વિશ્વમાં વિશ્વાસમાં જ માત્ર એવી,
શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે.
બાકી જેના ભાગ્યમાં જે સમય જે ,
લખેલું હોય ઈશ્વર તેને એ જ આપે છે.
દોષ કાઢવો તો સરળ છે સુધારવો મુશ્કેલ છે ,
જે સુધારે છે જિંદગીની દોડમાં એજ તેજ ભાગે છે
ગરીબી ખાનદાની ને દબાવી નથી શકતી મિત્ર ક્ષમા અસમર્થ મનુષ્યનો ગુણ છે અને સમર્થ મનુષ્યને એ ઘરેણું લાગે છે
ઇન્સાન ચંદ્ર સુધી તો પહોંચી ગયો પણ અવની પરના માનવીના હદય સુધી પહોંચવાનું હજુ બાકી છે
મિત્ર ચિંતા જ્યારે હદ વટાવી જાય છે ત્યારે તેની શાખાઓ એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ ને પણ દોડવાનો થાક લાગે છે
સાચું બોલવાની પણ એ રીત હોય છે એને,
એવી રીતે ન બોલાય કે કોઈને અપ્રિય લાગે.
કારણ કોઈની ટીકા કરીએ ત્યારે આપણી અજ્ઞાનતા છતી ના થઈ જાય એની પણ
હવે તો મને બીક લાગે છે.
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો,
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે .
બાકી સોનુ ગાય અને જમીનનું દાન તો સુલભ છે અવની પર પણ મને અભયદાન આપનારા માણસો દુર્લભ લાગે છે .
લી..... સુરજબા ચૌહાણ "આર્ય "