માનો વિકલ્પ

ઓછું બોલી
સતત પ્રેમ વરસાવતી
કામ જ એની પૂજા
પરફેકશનની આગ્રહી
નાત જાતના ભેદભાવથી દૂર
પોતાની આગવી દુનિયા
પશુ પંખી કે ભૂખ્યાનો ભરોસો
કરુણામૂર્તિ મમતામયી
જાણે અન્નપૂર્ણાનો અવતાર
રસોડું એનું સતત ધમધમતું.
દરેકની પસંદ નાપસંદ
ગમા અણગમાથી પરિચિત
હોઠે સતત સ્મિત..
હોઠને બદલે આંખોને હાથ બોલતાં
વઢ માની ખૂબ ગમતી..
સંયમિત સ્વર ને શબ્દો માનો ઈજારો
આરામ કે થાક એના શબ્દકોષની બહાર..
ઘર એને કારણે સ્વર્ગ લાગતું
માના હેતાળ સ્પર્શ
થાક ચિંતા ભૂલાવતો
મા વગરનું જીવન
કેવું હોય એ નહોતી ખબર..
માનો વિકલ્પ કદી વિચાર્યો જ નહતો..
ઘર ને ઘરના માટે ઓક્સિજન હતી મા..
સર્વને એની જરુરત પડતી
એક દિવસ માની જરુર ઈશ્વરને પડી..

હવે... મા વગર..
એનો વિકલ્પ ક્યાં છે?

કાજલ
કિરણ પિયુષ શાહ
૧૨/૦૫/૨૦૨૪

*હેપી મધર્સ ડે*

Gujarati Poem by Kiran shah : 111931108
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now