....." તો કેવું સારુ? "
ન બંધાય સમય, પણ બાંધી શકાય તો કેવું સારું?
ખુશીઓની હર ક્ષણને થામી શકાય તો કેવું સારું?
પળો આંનદની વિતી જાય છે બસ પળવારમાં જ,
ઉદાસીની ક્ષણો જલ્દી ટાળી શકાય તો કેવું સારું?
પાણીના રેલા સરીખો છે સમય, એ સરી જાવાનો!
બાંધી બંધ એને પાછો વાળી શકાય તો કેવું સારું?
તારી સાથે વિતાવેલી ક્ષણ બહુ સતાવે છે મિત્ર,
એ ક્ષણને ગજવામાં રાખી શકાય તો કેવું સારું?
હાથ તેં છોડ્યો હેં ને, ચાલ કાંઈ વાંધો નહીં દોસ્ત!
" વ્યોમ " એ યાદોને વિસારી શકાય તો કેવું સારું?
✍️.. વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
( GETCO) GEB.