" બાકી એક ની એક વાત છે ".........
------------------------------------------------------
પરોઢ અને પ્રભાત એટલે ' સુર્યોદય 'ની વાત,
એ તો એક ની એક વાત,
સુર્ય સંક્રમણ સમજાવો કે બતવો તો,
કંઇ નવી વાત છે.......
ચાંદની અને ચંદ્રોદય એ તો " ચંદ્ર " ની કમાલ છે,
એની ' શીતળતા ' સમજાવો તો કંઇ નવી વાત છે.
વર્ષા અને મેઘધનુષ એ તો ' મૌસમ ' ની વાત છે,
મેઘ ધનુષ માં રંગ કોણ પુરે, એ દેખાડો તો... કંઇ નવી...
મોહ ને માયા એ મુક્તિ માટે વિષ સમાન છે, એનું,
'મંથન', ક્યાં અટકાવવું એ બતાવો તો,...કંઇ નવી.....
પ્રેમ અને ઈર્ષા એ માનવ સર્જિત " જ્ઞાન " છે,
એની ઉત્પતિ નું કારણ બતવો તો,... કંઇ નવી.....
બાકી તો બધી એક ની એક વાત છે... ૐ...... જયલીન.....
===========================