Gujarati Quote in Motivational by સુરજબા ચૌહાણ આર્ય

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કક્કા ને ખરા અર્થ માં સમજીએ
ક : કર્તવ્ય નું પાલન કરવું
ખ :ખવડાવી ને ખાવુ
ગ :ગાય ને ઘર આંગણે રાખશો તો દવાખાને નહીં જવું પડે
ઘ :ઘરમાં દરરોજ ધીનો દીવો કરો
ચ :ચરિત્ર અને ચારિત્ર માં ડાઘ ના પાડવા દો
છ :છ રસો નો વિવેક પૂર્ણ ઉપયોગ કરો
જ :જન્મ એ જ મૃત્યુ નું પ્રમાણપત્ર છે
ઝ :ઝૂકવાનું તો ફક્ત માતા પિતા ના ચરણો માં
ટ :ટકટક ના કરવી કોઈ પર
ઠ :ઠોકર ચાલતા શીખવે છે
ડ :ડરવાનું ફક્ત ખરાબ કર્મ થી
ઢ :ઢોર ને ભગવાન ને આડા બનાવ્યા છતાં સીધા ચાલે છે
ણ :આરોગ્ય ની સંભાળ રાખવી
ત :તકના ટકોરા એક વખત વાગે છે
થ :થાકવાનું તન થી મન થી નહીં
દ :દિલ માં દયા રાખવી
ધ :ધર્મ માં અડગ રહેવું
ન :નકારાત્મક વિચારો થી દૂર રહેવું
પ :પોતાના કુટુંબ માં સંપ જાળવી રાખવો
ફ :ફળ માં શ્રી ફળ આપણા મસ્તક ની જગ્યાએ વપરાય છે એટલે ભગવાન શિવ ના મંદિર માં વધેરાતું નથી
બ :બોલવું શ્રેષ્ઠ છે પણ મૌન રહેવું સર્વ શ્રેષ્ઠ છે
ભ :ભગવાન નું ભજન કરવું
મ :માતા પિતા થી મોટુ કોઇ ભગવાન નથી
ય :યથા શક્તિ દાન કરવું
ર :રૂઆબ થી જીવવું
લ :લક્ષ નક્કી રાખવું
વ :વહેવાર ચોખ્ખો રાખવો
ષ :ષડયંત્રો રચનાર પોતાનાજ હોય છે
શ :શણગાર આભુસણો નો નહીં ગુણો નો કરવો
સ :સૌ નું સન્માન કરવું
હ :હમેશા સત્ય બોલવું
ળ :તુ ફક્ત કર્મ કર ફળ ની આશા ના કર
ક્ષ :ક્ષત્રિયો ના કારણે ધર્મ ટક્યો છે
જ્ઞ :જ્ઞાની જનો ને વંદન કરો

લી.... સુરજબા ચૌહાણ "આર્ય "

ગમે તો લાઈક કમેંટ કરજો

Gujarati Motivational by સુરજબા ચૌહાણ આર્ય : 111929947
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now