નિતનિત નવું ક્યાંથી લાવીએ.
કહોને આ જગતે કેમ ફાવીએ.
એને છે એક રોજ રિસાતું મન,
મ્હોરું ભલાનું ધરી કેમ મનાવીએ.
આ તો રોજ પ્રગટેને વિકસતા,
વિન્યાસે આંગળીએ નચાવીએ.
છે ઊભરો આ તો હૈયાહરખનો,
નૈને આંસુ કેમ કરીને વહાવીએ?
ઉરથી નીકળી સૂરે ભળી જનારા,
જાકારો તમારો પણ અવગણીએ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.