ત્યારે 'શર્વ' મૌન કામ આવેછે!
***********************************
સમય સાનુકૂળ ન હોય
વેણ અન્યને અનુકૂળ ન હોય
હરફ હળવેથી હડધૂત થતા હોય
સમઝાવવાથી સબંધ સંકોચાતા હોય
ત્યારે 'શર્વ' મૌન કામ આવેછે!
કથન કંટકનું કામ કરતુ હોય
વિચાર વિમર્શથી વ્યથા વધતી હોય
પ્રેમમાં પામવાની ચાહના વધતી હોય
ઉપહાસમાં યોગ્યતાની બરોબરી વંચાતી હોય
ત્યારે 'શર્વ' મૌન કામ આવેછે!
સબંધમાં સાથ-સહકારની સમઝણ ના હોય
નૈસર્ગિક સબંધ બંધ બેસતા ના હોય
સમઝણ સત્યની સ્પષ્ટતા સ્વીકારતી ના હોય
ટકોર માન મોભો મરતબો ન સમઝતી હોય
ત્યારે 'શર્વ' મૌન કામ આવેછે !
લાગણી ફરજ ને જવાબદારી સમઝાતી હોય
કરેલ મદદને અહેસાન સમઝાવાતુ હોય
વ્યક્તિત્વ કે સ્થાનની સમઝ અવગણાતી હોય
પ્રતિષ્ઠા સંસ્કાર કે તાલીમ લજવાતી હોય
ત્યારે 'શર્વ' મૌન કામ આવેછે...
જયલીન...