Gujarati Quote in Thought by સુરજબા ચૌહાણ આર્ય

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો વિશ્વાસ તો બંને જ છે તૂટવા માટે "

દુનિયામાં એવી બહુ ઓછી વ્યક્તિ હશે જેનો વિશ્વાસ તૂટ્યો ના હોય.કારણ વિશ્વાસ બંને બાજુ થી સચવાય તોજ સબંધ ટકે છે, નહિતર તૂટી જાય છે.

"શ્રદ્ધા છે એ ક્યારેય તૂટતી નથી"

"પ્રેમ છે એ એક શક્તિ છે "

"સમજો તો અમૃત છે "

પણ ક્યારે, તો યોગ્ય સમય અને યોગ્ય ઉંમરે જીવનમાં આવે ત્યારે, મિત્રો આપણે ખેતર માં કઈ પણ પાક વાવ્યો હોય અને યોગ્ય સમય વરસાદ આવે તો પાક સારો થાય, વરસાદ માપમાં પડે તો પાક સારો થાય, પણ જો વરસાદ પાક સુકાઈ ગયા પછી પડે કે માપ બહાર નો પડે તો, બધું પાક બગડી જાય.

એમ પ્રેમ પણ જીવન માં યોગ્ય સમય, યોગ્ય સાથી સાથે માપ માં હોય તો જ સારો છે બાકી જો અયોગ્ય સમય અયોગ્ય સાથી સાથે માપ બહાર નો હોય તો જીવનની પથારી ફરી જાય. કારણ......

"અતિ ની ગતિ ના હોય "

ધારો કે તમને કોઈથી અનુરાગ છે. તમારી ઉમર 21 વર્ષ ની છે, અને પ્રેમ સાચો છે તો લગ્ન બંધન સુધી પહોંચે તો વાંધો નથી છતાંય આમાં અમુક સમસ્યાઓ તો આવવાની જ છે.

કારણ પુરુષ ને જવાબદારી નથી ગમતી અને સ્ત્રી ને બંધન નથી ગમતું જયા સુધી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે ત્યાં સુધી પુરુષ ને જવાબદારી નથી હોતી. અને સ્ત્રી ને બંધન નથી હોતું.એટલે સબંધ ટકી રહે છે લગ્ન થયા પછી પુરુષ ને જવાબદારી અને સ્ત્રી ને બંધન આવી જાય છે એટલે ઝગડા શરૂ થાય છે.

પ્રેમ માં લગ્ન પછી કામ નું મેરવણ પડે એ કેવું છે તોકે તમે દૂધ ને ગરમ કરો એને ઠંડુ થવા દો પછી 99% દૂધ (પ્રેમ માં) 1% કામ (છાસ ) ભળે એટલે સંસાર સુખી ચાલે પણ જો લગ્ન પહેલા કામ ભળે તો ( તમે કોઈ વાર કાચા દુધમાં મેરવણ નાખી જોજો ) દૂધ પાણી મૂકી દેશે બરાબર નહિ જામે એની છાસ પણ સારી નહિ થાય માટે.

"લગ્ન પહેલા કામ એ જીંદગી બરબાદ થવાનું પહેલું ઇનામ."

"માટે દોસ્તી બેસ્ટ વિકલ્પ છે"

સ્ત્રી ને બંધન અને પુરુષ ને જવાબદારી નથી ગમતા એટલે બંધન માંથી ઈર્ષા નો જન્મ થાય છે, અને જવાબદારી માંથી અભિમાન નો જન્મ થાય છે એટલે લગ્ન પછી પુરુષ અભિમાની થઈ જાય છે અને સ્ત્રી ઈર્ષાળુ થઈ જાય છે.

તમે જોયું હશે વહુઓ માથે ભારે હશે દિકરીઓ માથા ભારે બહુ ઓછી હોય છે કારણ કોઈ જન્મ થી ખરાબ નથી હોતું પરિસ્થિતિ અને હાલત બનાવી દે છે.

એટલે જ મેં લખ્યું છે કે....

"ઝગડો થવાના બે મુખ્ય કારણ સ્ત્રી
ની ઈર્ષા અને પુરુષ નું અભિમાન "

" જીંદગી તમે ધારો એટલી અઘરી નથી
પણ તમે સમજો એટલી સરળ નથી "

લી. ચૌહાણ સુરજબા "આર્ય "

Gujarati Thought by સુરજબા ચૌહાણ આર્ય : 111929393
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now