Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલ કબૂલીને સાવ હળવોફૂલ થઈ ગયો.
ને પછી હરિ હું તારામાં મશગુલ થઈ ગયો.

મળી મને શાંતિ કેટલી ;હતી જે અપેક્ષિત,
તારા સ્વીકારે હું જાણે કે કબૂલ થઈ ગયો.

મારે માંગવાની કે તારે આપવાની વાત નથી,
અકારણ આજ લગી આગબબૂલ થઈ ગયો.

ના રહ્યું અલગ અસ્તિત્વ પછી મારું પોતાનું,
કાલનો સાવ મામૂલી આજ અતુલ થઈ ગયો.

રહ્યો હું તો બસ ફુગ્ગાની જાત સમો હળવો,
તારી સંગાથે રંગલાખવત્ અમૂલ થઈ ગયો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111928375
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now