સંપૂર્ણ પરિવારની પરવા કરૂં હુ ,
પણ મારી તબિયત કોણ પૂછે .
પરિવારને સદા હસ્તો રાખુ હુ ,
મારા લોચનનાં અશ્રુ કોણ લુછે.
સૃષ્ઠિનું સર્જન કરવાની ક્ષણતા ધરાવું હુ,
છતાં લોકો મને મારી ઔકાત પૂછે.
શબ્દવેધી બાણ થકી હ્દય પર વાર કરે,
જખ્મો ગહેરા આપી પછી મારી જાત પૂછે.
સમજમાં નાં આવે મને આ દુનિયાદારી મારી ,
બુદ્ધિ પગની પાની માં મને સલાહ કોણ પૂછે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય " મુન્દ્રા (કચ્છ )