જે લોકો પોતાના પરિવાર માટે 23 વર્ષ થી 56 વર્ષ
કમાવવા માં વ્યસ્ત રહે છે ,આજે તેમને સમર્પિત છે ,
આ નાનકડી રચના.........

કેવી રીતે 23 વર્ષ થી 56
વર્ષની આ સફર પુરી કરી.....
ખબર જ ના પડી .

શુ પામ્યા શુ ગુમાવ્યું.....
ખબર જ ન પડી .

બચપણ ગયુ , ગઈ જવાની .
ક્યારે પ્રૌઢ થયા.....
ખબર જ ના પડી .

કાલ સુધી તો દીકરો હતો,
ક્યારે સસરો થયો.....
ખબર જ ના પડી .

કોઈ કહેતું ડફોળ છે ,
કોઈ કહેતું હોશિયાર છે .
શુ સાચું હતું.....
ખબર જ ના પડી .

પહેલા માં બાપ નુ ચાલ્યું ,
પછી પત્ની નુ ચાલ્યું .
પછી ચાલ્યું છોકરાઓનુ ,
મારું ક્યારે ચાલ્યું.....
ખબર જ ના પડી .

દિલ કહે છે હજુ જવાન છુ,
ઉમ્ર કહે છે સાવ નાદાન છુ ,
બસ આ જ ચક્કર માં કયારે
પગ ઘસાઈ ગયા.....
ખબર જ ના પડી .

વાળ જતા રહ્યા , ગાલ લબડી ગયા .
ચશ્માં આવી ગયા ,
કયારે સુરત બદલાઈ ગયી.....
ખબર જ ના પડી .

કાલ સુધી કુટુંબ જોડે હતા ,
કયારે કુટુંબ વિખરાયા ,
કયારે નજીક ના દૂર ગયા.....
ખબર જ ના પડી .

ભાઈ બહેન સગા સબંધી ,
ટાણે તહેવારે ભેગા મળે ,
ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી.....
ખબર જ ના પડી .

જીંદગી ને જીવ ભરી જીવી લે ,
પછી ન કહેતો કે............
ખબર જ ના પડી .

--- અજ્ઞાત. 🙏

Gujarati Blog by Ghanshyam Patel : 111927488
Pari Boricha 2 month ago

अदभुत 💫👍🏻

Shailesh Joshi 2 month ago

ખૂબ સરસ ને સાચું પણ 👌👌👌 જગતનાં આ રંગમંચ ઉપર મેં મારો રોલ આટલો બધો પરફેક્ટ કેવી રીતે ભજવ્યો... ખબર જ ન પડી ચોક્કસ એમાં હરિકૃપા, ને મારાં મા-બાપના આશિર્વાદ જ હશે🙏🏻🙏🏻🙏🏻

ADRIL 3 month ago

Too good 👌👌

Falguni Dost 3 month ago

એકદમ સરસ રજુઆત✍🏻👌🏻👌🏻🙏

Shefali 3 month ago

વાહ.. ખરેખર કોઈ પણ ફરિયાદ વગર પુરુષ પોતાનું જીવન પરિવાર ને સમર્પિત કરે છે .. 👏🏼👏🏼

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now