મકાન તને ઘર બનાવવા મે શું શું ન કર્યું ?
જગ્યા શોધી ,રોડ શોધ્યો આસપાસનો વિસ્તાર પણ શોધ્યો.
બ્રોકર શોધ્યો ,ઓનર શોધ્યો લોન દેનાર પણ શોધ્યો.
બોટમ શોધ્યો,મિડલ શોધ્યો ટોપ ફ્લોર પણ શોધ્યો.
નવો શોધ્યો ,જૂનો શોધ્યો,નવા નો રીસેલ પણ શોધ્યો.
ક્યાંક પોકેટ ને પરવડ્યું પણ આંખને ન ગમ્યું.
આંખને ગમ્યું તે પોકેટ ને ન પરવડ્યું.
મને ગમ્યું તો તેને ન ગમ્યું.
તેને ગમ્યું તો મને ન ગમ્યું.
ઘર માંડતા જેટલી જફા ન હતી કરી તેટલી જફા તો તારામાં કરી.
ક્યાંક બ્રોકર નારાજ થયો તો ક્યાંક ઓનર તો ક્યાંક ઘરના.
પણ વણથાક્યા મારા કદમો તને અવિરત શોધતાં રહ્યા.
પ્રેમ માં પડ્યા વગર ઘર માંડી શકાય છે.
ઘર માંડી ને પ્રેમ માં પડી શકાય છે.
પણ અહીં તો પહેલી નજરનો પ્રેમ જરૂરી છે.
પ્રથમ પ્રેમ થાય તો જ 'મકાન' તું 'ઘર' થાય.
- 'ઘર 'એક ખોજ