તારા વિનાની જિંદગી એ જાણે કે સજા છે.
તેં કેમ માની લીધું કે મારે તો બસ મજા છે.
એકડો હોય તો શરુઆત કરું પણ એકલો?
વેદનાની પળોમાં સુખને કાયમ જ રજા છે.
મિલનની આશાએ શ્વાસ ટકી રહ્યો આજેય,
સ્વબળે તવલગી પહોંચવાનાં ક્યાં ગજાં છે?
રોજ ઉગતા સૂરજે એક સવાલ છે મારો તને,
વિચારજે રોજેરોજ વધતા સવાલો ઝાઝા છે.
નિર્ણય લેવો જ પડશે ગમે કે પછી છોને ખમે,
વિષય છે સમયનોને એના જ હવે તકાજા છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.