પ્રેમ,ઈશ્ક,લવ,પ્યાર આ બધા શબ્દો સાંભળવામાં અને વાંચવામાં જેટલાં સારાં લાગે છે નિભાવવામાં એટલાં જ કઠિન છે.
આજ કાલના જુવાનિયાઓ કેરિયર બનાવવાના સમયમાં પ્રેમનાં ચક્કરમાં પડી જાય છે. છોકરીઓ પણ હેન્ડસમ છોકરાં જોઈ પ્રેમમાં પડી જાય છે. રોજ મળવાનું, મોંગી મોંગી ગિફ્ટ આપવાની ને લેવાની, અડધી રાત સુધી વાતો કરવાની, સાથે જિંદગી જીવવાના સપનાંઓ જોવાના ને આ બધામાં કેરિયરની તો વાટ લાગી જાય. અહીં સુધી તો ઠીક છે પણ જ્યારે સંબંધ જોડવાની વાત આવે ત્યારે છોકરીનો બાપ પહેલાં એ જ પૂછશે કે છોકરો કામધંધો શું કરે છે. બસ ત્યાથી ડખા શરૂ થાય. લગ્ન તો ન થાય ને જુદાઈમાં બેઉ રોઈ રોઈને અડધા થઈ જાય ત્યાં ફરી કેરિયરની વાટ લાગે.
મારો કહેવાનો આશય બસ એટલો જ છે, જુવાનિયાઓ...! સૌથી પહેલાં કેરિયરને પ્રેમ કરો. કામિયાબ વ્યક્તિ બનો પછી જુઓ છોકરીઓની કેવી લાઇન લાગે છે. પ્રેમ બહુ જ ખૂબસૂરત અહેસાસ છે તેને રમત કે ખેલ ન બનાવો. પ્રેમ જેવાં પવિત્ર શબ્દને હલકીવૃત્તિઓથી પ્લીઝ બદનામ ન કરો. પ્રેમ તો ઈશ્વરે આપેલ અણમોલ ભેટ છે. પોતાની કે બીજાની જિંદગી બરબાદ કરવાનું હથિયાર ન બનાવો.
-Mausam