એક એવો સંબંધ પ્રેમનો, લાગણીનો ,
સ્નેહનો, કોઈની દરકારનો, કોઈની કાળજીનો,
કોઈની ચિંતાનો .
એક અનામ સંબંધ...
જે લગભગ દરેક વ્યક્તિના મનમાં ..હૃદયમાં સચવાયેલા પડ્યો હોય છે..જે તેના દિલમાં જ જન્મે છે અને ત્યાં જ ધડકન બની શ્વાસ લેતો રહે છે .ન કોઈ બીજું જાણી શકે છે ,ન કોઈ મહેસુસ કરી શકે છે બસ જીવ્યા કરે છે એ મનમાં.અને આંખની પાંપણમાં સપનું બની ઝુલ્યા કરે છે...આંખ બંધ થઈ જાય હંમેશ માટે ..એની સાથે જ એ સંબંધ આ દુનિયા છોડી ચાલ્યો જાય છે હંમેશ માટે..
અનામ સંબંધ ,કોઈ નામ વગર જ દુનિયા છોડે છે ,કોઈના દિલ માં જ સચવાયેલ એક અવિસ્મરણીય સ્મૃતિ ની સંગાથે...
દિલ ની વાત ♥️