*શ્વાસ*
જન્મથી મૃત્યુ સુધી સાથ આપતો
આવન જાવન એની જ
જીવન ગણાતું..
તો આ શ્વાસ એટલે શું?
કેમ ન સમજાયું?
આ હવામાંથી પ્રાણવાયુ લઈને,
છોડવો એજ તો શ્વાસ કહેવાય...
અરે...
તમે તો વિજ્ઞાન ભણાવવા બેઠા..
એમ નહીં..
પેલા કોમાના દર્દી પણ શ્વાસ લે
અને વેન્ટિલેટર પર રાખેલ વ્યક્તિ પણ
પહેલા માનસિક દર્દી પણ..
ચાલો...
હું મારી જ વાત કહું...
આ શ્વાસ એટલે
જીવવા માટે જરૂરી
પણ
જીવવા માટે હ્રદયમાં સ્નેહના સ્પંદનો,
લાગણી અને છલોછલ પ્રેમ..
રક્તની જગ્યાએ જાણે ...
કોઈ ખાસનો સ્પર્શ ..
રકતમાં ભળી ગયો...
અને
આ પ્રાણવાયુને બદલે...
પ્રિયતમનો વિશ્વાસ...
હા!
એજ જીવન કોઈના પ્રેમમાં જીવવું
એજ તો છે શ્વાસ..©
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૨/૦૪/૧૯