Gujarati Quote in Thought by બદનામ રાજા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સબંધનું કોઈ શાસ્ત્ર નથી સબંધ કેવી રીતે ટકે તેના કોઈ નિયમ નથી પ્રેમનાં પ્રકરણો નથી હોતા સ્નેહનાં પાઠ ન હોય લાગણીના કાયદા ન હોય ..
પ્રેમ તો સામાન્ય સમજણ અને સાત્વિક સંવેદનાઓથી જ જીવતો રહે, હું તને પ્રેમ કરું છું તું મને ગમે છે, તારી સાથે મને સારું લાગે છે, તને મળવાનું મન થાય છે, તારું સાનિધ્ય મને જીવવાનું બળ આપે છે, તું છે તો બધુ જ છે, તું હોય તો મને મારા હોવાનો એહસાસ થાય છે, દરેક સબંધ જુદી જુદી ધરા પર જીવતો હોય છે , બધામાં જો કંઈક કોમન હોય તો એ માત્ર ને માત્ર સંવેદનાઓ છે ..
સબંધોમાં બહુ વિચાર કરવાની પણ જરૂર હોતી નથી સબંધો સહજ રીતે વહેવા જોઈએ,
કોઈ અભ્યાસ કોઈ ડિગ્રી કોઈ સફળતા કે ગમે તેટલી સંપતિ સબંધો સાચવવાંમાં કામ નથી લાગતી, સબંધોને જ્ઞાન સાથે પણ કઈ ખાસ લેવાદેવા નથી એના માટે તો બસ થોડીક વ્યવહારિકતા થોડીક સવેદના અને થોડાક સ્નેહની જરૂર હોય છે ..
વધુ ભણેલા લોકોના સબંધો પણ હાલક ડોલક થતા રહે છે ને ગામડામાં રહેલા ઓછું ભણેલા લોકો ના સબંધો પણ સ્વચ્છ ને સ્વસ્થ હોય છે...
પ્રેમ કરવાની આવડત બધામાં નથી હોતી તમારી પાસે જો એવી વ્યક્તિ છે, જે તમને પ્રેમ કરે છે, જેને તમારી ફિકર છે , જે તમારી રાહ જુએ છે, જેને તમારાથી ફેર પડે છે, તો તમે નસીબદાર છો
સુખની વ્યાખ્યામાં સફળતા છેલ્લે આવે છે, સૌથી પહેલા તો સ્નેહ અને સંવેદના જ છે ,બહુ આગળ નીકળી ગયા પછી જો સાવ એકલા હોઈએ તો એનો કોઈ અર્થ નથી હોતો.. હમસફર હોય તો મંઝિલે પહોંચવાનો થાક નથી લાગતો, સફરની જેને મજા નથી મળતી એ મંઝિલે પહોંચીને પસ્તાતા હોય છે.. જીવનના દરેક તબક્કે માણસે વિચારવું જોઈએ કે મારા સબંધો તો જીવતા છે ને ?? સબંધો મરેલા હશે તો જીવવાની મજા આવવાની નથી ..
સબંધો ટકાવવા મેહનત કરવી પડતી હોય તો સમજજો કે ક્યાંક કશો પ્રોબ્લેમ છે રીલેશનમાં રીલેક્સ ફીલ ન થાય તો એને રિચાર્જ કરો ...

દિલ ની વાત ♥️

Gujarati Thought by બદનામ રાજા : 111925665
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now