" શબ્દોની અસર"
શબ્દો થકી, હૃદય પર કરી અસર એણે;
લખવા ગઝલ, ન રાખી કોઈ કસર જેણે;
રાખ્યું લક્ષ્ય આંબવું કાયમ ઉપર જેણે;
પોતે જ તો બદલ્યું છે મુકદ્દર એણે;
ભણતર અને ગણતરમાં જ લાધ્યું જ્ઞાન ,
છે પાર કર્યો જ ભવસાગર સરળ એને;
જીવવાને જિંદગી, ખાઘી સદા ઠોકર,
જાણ્યો ઉજવી મોતનો અવસર એણે;
કીડી ચડીને પડે છે ને ફરીથી ચડે છે,
હર હોંસલો પ્રયાસનો કરે સફળ એને;
હઠ ઊગવાની રાખી "વ્યોમ" છે જેણે,
ચીર્યો જ ભીંતનો હર એક કંકર એણે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.