...#... યજ્ઞ...#...

દરેક પરિજનને જય ભોળાનાથ 🙏

કેમ છો બધાં? સુખમાં તો છો ને?

હોળીના પાવન અને રંગીન પર્વની હાર્દિક શુભકામનાઓ...


વધારે વાત ન કરતાં મુદ્દા પર આવીયે...

શિર્ષક વાંચીને સમજી તો ગયા જ હશો કે, આજે આપણે હોળીનો હવન કરવાનો છે.
છે ને?

તો ઉત્તર છે "ના..."
મારે આજે હોળીનો હવન ન કરતાં આપ સૌને હોળીનું નારિયેળ બનતા અટકાવવા છે.

આપણે સનાતન સંસ્કૃતિ અને આધુનિક વિજ્ઞાન વચ્ચે એવા અટવાયેલા છિયે કે, પહેંલાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ માટે આંધળી દોટ મૂકીએ છિએ. અને આટ-આટલી સખત મહેનત કર્યા બાદ પણ કંઇ પ્રાપ્તિ ન થાય એટલે પાછાં જઇયે કુળગુરુ, ગોર, તથાકથિત ધર્મગુરુ, પંડિતજી કે ભૂવાજી ના શરણે.
ત્યાર પછી એ ત્રિકાળજ્ઞાની આપણને કહેશે કે, આપશ્રીને ફલાણો કે ઢિંકણો યજ્ઞ કરાવવો પડશે,કાં પછી શાંતી-હવન કરવો પડશે કે ચંડિપાટ વગેરે વગેરે.
અને આપણે અક્ષરશઃ એમનું કહ્યું કરતા પણ હોઇયે છિયે. અદ્દભુત...!!! (મરતા ક્યા ન કરતા)
હવે આટ-આટલું કર્યા બાદ પણ કંઇ ફેર ન પડે ત્યારે કર્મની કઠણાઈનું બહાનું આગળ ધરી, થાકી હારીને બધું સમય પર છોડી દેતા હોઇયે છિયે.

પણ ક્યારેય એવો વિચાર આવ્યો ખરો કે આ બધું વિફળ કેમ રહ્યું? કશીયે કચાશ રાખી નહોતી તેમ છતાંય યજ્ઞ કે હવન ફળ્યો કેમ નહીં?
જો વેદ અને શાસ્ત્રો મક્કમ પણે એમ કહેતા હોય કે યજ્ઞ કદિયે વિફળ ન હોય. એનો લાભ તો મળવો અનિવાર્ય છે.
તો આમ કેમ બન્યું?

આવું થયું છે ક્યારેય આપની સાથ?
જો ઉત્તર હાઁ છે તો આગળ વધીયે અને "ના",તો
સર્વદા સુખી ભવ: "મહાદેવ... મહાદેવ..."

જય ભોળાનાથ સૌને...
હર હર મહાદેવ... હર...

-Kamlesh

Gujarati Religious by Kamlesh : 111924137
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now