મુજ મન થકી એ સરિતા,
આંખ લખું,હ્રદય લખું કે લખું પ્રેમ.
મુખ લખું, દર્પણ લખું
કે લખું ભાવ.
મુજ મન થકી એ કવિતા,
સ્વાદ લખું, આસ્વાદ લખું કે લખું રસ.
મુજ મન થકી એ અસ્મિતા,
રાગ લખું, આલાપ લખું કે લખું વિલાપ.
ઝંખનાઓમાં રચાયું
એક વિશ્વ, કલ્પના કે હકીકત આ કવિતા?
વિશ્વ કવિતા દિવસની શુભેચ્છા.
sweety Amit shah અંશ,
-sweety shah