મારા મનમાંહી સતત રમતી રહે કવિતા.
નિતનવી સૌને સદા ગમતી રહે કવિતા.
પ્રક્ષેપ બનીને પીછો કરે એ હંમેશાં મારો,
લાગણી એના સંગે શમતી રહે કવિતા.
વણાઈ જાણે શ્વાસની સરગમમાં કેવી!
પ્રતિશબ્દે જાણે ઉચ્ચરતી રહે કવિતા.
હેત હૈયાનું શબ્દ બનીને પાંગરતું કદી,
વિવિધ વિષયોમાં એ ભમતી રહે કવિતા.
બની ગઈ છે પર્યાયને પરિચય એ મારો,
અકવિની ટીકાઓને ખમતી રહે કવિતા.
પ્રેરણા ઈશ્વરની સદાકાળ ગમતી મને,
મને મારું સર્વસ્વ જ લાગતી રહે કવિતા.
ના મૂકે અળગો કદી જાણે કે અજાણે,
દેહના રુંવેરુંવે જાણે વણાતી રહે કવિતા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબં