આજે કંઇક લખું એવું કે હું આબાદ થઈ જાવ...
વર્ષો થી સંકળાયેલા વિચારો ની માયાજાળ માંથી હું આઝાદ થઈ જાવ...
રસ્તામાં ચાલતો, ભટકતો, રખડતો હું ઉડતો થઈ જાવ ...
ભાષા - વી - ભાષા નાં આ દોર માં હું બીજાની પરિભાષા સમજતો થઈ જાવ ...
સાચા ખોટા ની સમજ કરતાં કરતાં હીરા ની જગ્યા એ હું એક ઝવેરી થઈ જાવ...
આ શબ્દો માં તીર છોડતાં છોડતાં હું મૌન થઈ જાવ...
આજુબાજુ નું બધું જ બિનજરૂરી બિંકેન્દ્રદિત કરી હું એક ફોકસ લાઈટ થઈ જાવ...
આભ માં ઊડી ને જમીન માં સાગર ને મળે એવી હું એક નદી થઇ જાવ...
આ સમાજ માં જીવતો મૂર્દો હું ફરી જીવંત થઈ જાવ... અને,
હું માનવ માનવી થઈ જાવ...
- riaa