બધા જાણે છે ,છતાં પણ અજાણ બની જીવી રહ્યા છે,

બધું પોતાના હાથમાં છતાં,બીજા પર આધાર રાખી રહ્યા છે.

લોકોની ચિંતામાં પોતાની આજને બગાડી રહ્યા છે.

મહેનત વગર છે બધું અધૂરું છતાં બધું ભૂલી રહ્યા છે.

Read More

ક્યારેક જીંદગીની સફરમાં અમુક વખતે થાક લાગી જાય છે,ક્યારેક એવું થાય કે શું જીવન આ રીતે એક ધાર્યું જીવવાનું? બસ એક દિનચર્યા ઊઠો, જાગો અને એજ રૂટિન જીંદગી.ક્યારેક કામ થી થાક લાગી જાય છે તો ક્યારેક મનથી.

ઘણી વખત માનસિક થાક પણ શરીરને થકવી નાખે છે.જીવનમાં લોકો શું કહેશે? તેની ચિંતા હમેશા કરવાની ,ત્યારે પણ મન થાકી જાય છે.

ઘણી વખત જોબ થી વધુ વર્કલોડ પહોંચે ત્યારે પણ તન,મન થી થાકી જવાય છે .લોકો એમ માને કે વળી જોબ માં જલાસા છે.કુદરતની મહેરબાની કે જોબ મળી છે પણ એમાં મનનો થાક વધી જાય છે.થાક ક્યારેક પોતાના લોકો આપી જાય છે.વધારાનું ટેન્શન આપણે કરીએ ત્યાં થાક લાગી જાય છે.

-Bhanuben Prajapati

Read More

લોકોનું સાંભળી લેવું તેના કરતા સંભળાવી દેવામાં સારપણ છે.

-

જો હું તારી સાથે વાત ન કરું તો , તું અબોલા લઈ લેતો એ આદત છે તારી.
જો હું તારો એક રીંગ વાગે ફોન ના લઉં તો,તું રિસાઈ જાય એ આદત છે તારી.
જો હું તારો જન્મદિવસ વહેલો વીસ ના કરું તો, તું ઉદાસ થયી જાય એ આદત છે તારી.
જો તારી કાળજી લેવામાં થોડીક ચૂક થાય તો, મારી સાથે વાત કરે બંધ એ આદત છે તારી.
જો તારું મનગમતું ભોજન ન બનાવુ તો ,તને થાય દિલમાં દુઃખ એ આદત છે તારી.
હંમેશા તારી બનીને રહેતી છતાં, તું માગે પ્રેમની સાબિતી એ આદત છે તારી.
હું તારાથી દૂર હોઉં છતાં,તું પળવાર માટે મને ભૂલી ના શકે પ્રિય એ આદત છે સારી.

-Bhanuben Prajapati

Read More

પાંજરું બન્યું આ જીવન તો પણ લોકોને ભાન નથી,

શરીર બન્યું રોગનું ઘર છતાં પણ લોકોને ભાન નથી,

કરે દેખા દેખી અને બળે દિલ , છતાં લોકોને ભાન નથી.

કોઈના દિલને સ્પર્શી અણસમજ દિલને હજી કોઈ ભાન નથી.

Read More

ઘણા સંબધો નજીકના હોવા છતાં પૂર્ણવિરામ મુકાઈ જાય છે.ખબર નહિ! આ જમાનામાં બધાને એકલા રહેવાંમાં રસ છે.
બે સગા ભાઈ હોય,જોડે ઉછર્યા હોય છતાં પણ એક નાની અમથી વાતમાં બંને વચ્ચે અબોલા થઈ જાય છે અને સંબંધોમાં હંમેશા માટે પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. ક્યારે પણ બંને ભાઈ પ્રયત્ન નથી કરતા કે એક જ માના બંને દીકરા અને લાગણીસભર મોટા થયેલા ઘરના આંગણમાં રમેલા છતાં પણ સામા મળે ત્યારે એકબીજા સામે જોયા વિના મોઢું ફેરવીને ચાલ્યા જાય છે. ખબર નહિ !આટલું મોટું પૂર્ણવિરામ કેમ બની જતું હશે? શું ભાઈ- ભાઈ વચ્ચેની ભૂલને માફ ન કરી શકાય! શું પોતાનું સ્વાભિમાન ભાઈ કરતા વધી જતું હશે! પરંતુ આજના લોકો સંબંધો કરતા પોતાના સ્વાભિમાન ને વધારે મહત્વ આપતા થઈ ગયા છે. સ્વાભિમાન હોવું જોઈએ પરંતુ પોતાના લોકો માટે ક્યારેય પણ સ્વાભિમાન વચ્ચે લાવવું ન જોઈએ.

એવી જ રીતે ભાઈ -બહેનને પણ અત્યારે અબોલા જોવા મળે છે જે હકીકત છે .
પહેલા જમાનામાં ભાઈ -બહેનનો સંબંધ એટલે કે હૃદય એક અને શરીર જુદા એવો સંબંધ હતો પરંતુ અત્યારે ભાઈ-બહેન વચ્ચે હંમેશને માટે નાની અમથી વાતમાં અબોલા થઈ જાય છે અને હંમેશને માટે સંબંધોને પૂર્ણવિરામ મુકાઈ જાય છે પરંતુ લોકો સમજતા નથી કે ભાઈ બહેનો સંબંધ તો કુદરતી અનમોલ આપેલી ભેટ છે એવા સંબંધને ભૂલી જવું એના કરતાં તો પોતાની જાતને સહન કરતા શીખવી અને કોઈ પણ ની ભૂલ હોય એને ભૂલવા માટે તૈયારી રાખવી જરૂરી છે પરંતુ સંબંધને પૂર્ણવિરામ મુકાય નહીં. ભાઈ-બહેનના પ્રેમને હંમેશને માટે ભૂલી જવું એ ખરેખર યોગ્ય બાબત નથી.

-Bhanuben Prajapati

Read More

सबको पता है की आराम हराम है,लेकिन "आदत से मजबूर "

સોય અને દોરો વિના બંને છે અધૂરા, સોય એકલી હોય ત્યારે તેનું કોઈ મૂલ્ય નથી અને દોરી એકલી હોય ત્યારે તેનું કોઈ મૂલ્ય નથી.

બંને જ્યારે સંપીને ભેગા થાય ત્યારે ગમે તેવી ગાંઠ સાંધી દે છે,એ એવું પ્રેમ રૂપી થીગડું મારે કે જાણે એનું વ્યક્તિત્વ નવું તરી આવે.

જીવન પણ સોય ,દોરા જેવુ છે.જો કોઈ સોય બને તો આપણે દોરા જેવું બની સાથ આપવો અને એ દોરો બને તો આપણે સોય બની સાથ આપવો.

કુટુંબમાં પણ ગમે તેવા સંબંધ માં તિરાડ હોય તો આપણે સોય ,દોરા જેવા બની તેની તિરાડ દૂર કરવાનો પ્રયત્ન કરવો.

સોયનું નાકું નાનું હોય તો પણ દોરો એમાં પરોવાઈ જાય છે.એમ સંબંધ માં ગમે તેવા નાકા હોય પરોવીને રહેવું.

-Bhanuben Prajapati

Read More

લાગણીઓ જીવતા જાણે હું સાવ બદલાઈ ગયો,
પોતાના લોકોના રંગમાં હું પોતે બે રંગ થયી ગયો.
કોણ જાણે બેવફાઈની દુનિયામાં તૂટી રહી ગયો.
જેને આપ્યું લાગણીસભર દિલ ને જોડાઈ ગયો.
એવો અહેસાસ કરાવ્યો કે આત્મા ત્યાં મરી ગયો.
દુનિયા કરાવે અહેસાસ એ પહેલા હું સમજી ગયો.
પ્રીતની કેવી ખોટી રીત એ જાણીને દંગ થયી ગયો.
કોઈ ને ચાહતા પહેલા સમજી લેજો એ કહી રહ્યો.
દિલ તૂટતાં પ્રેમ ભાગીને ભૂકો થયી ને રહી ગયો.
જેને દિલથી ચાહ્યા એમને જીવ આપીને રહી ગયો.

-Bhanuben Prajapati

Read More

जीवन मंत्र एक ही रखना चाहिए,जिसे चाहो इसे सच्चे दिल से प्यार करना चाहिए,कभी बेवफा बनकर बीच रास्ते में छोड़कर नही जाना चाइए।

-Bhanuben Prajapati

Read More