થોડાક છેટા રહેવાથી વધુ ભેગું રહેવાતું હોય છે. એકબીજાને પોતપોતાની રીતે જીવવાની છૂટ આપવાથી જીવનને સહિયારી પ્રીતે વધુ સારી રીતે જીવી શકાતું હોય છે. પ્રેમ માણસને મુક્તિ આપે પણ વધુ પડતો પ્રેમ માણસને ગુંગળાવી નાખે. હદયક્ષેપ જ્યારે હસ્તક્ષેપ બની જાય ત્યારે સંબંધ પ્રેમપણું ગુમાવી દેતો હોય છે.