મહાદેવ હર 🙏🙏🙏મિત્રો!!!!
શિવ સમાન કોઈ દાતા નહિ,
વિપત કે વિદારણહાર....
નારાયણસ્વામીના સ્વરમાં ગવાયેલા ભજનની પહેલી કળી કહો કે દોહો કહો... આ સાંભળી આજ પણ અંતરમનમાંથી એક ઊર્જા ઉત્પન્ન થાય અને ચારેયબાજુ સકારાત્મકતા ફેલાય જાય એ નામ એટલે શિવ.
મેં આ દોહાની પહેલી બે લાઈન જ લખી છે કેમકે આ લાઈનના શબ્દોનું અહીં વણૅન કરવા માંગુ છું
શિવ એટલે સત્ય, શિવ એટલે સુંદર, શિવ એટલે રુદ્ર, શિવ એટલે મોક્ષ, શિવ એટલે કલ્યાણ....
શિવ જેટલો સરળ, શિવ જેટલો ભોળો બીજો કોઈ દેવ નથી. શિવની પૂજા સરળ એનો પંચાક્ષર મંત્ર સરળ..માત્ર ને ૐ નમ: શિવાય બોલો એટલે શિવ પ્રસન્ન થાય.શિવ માત્ર બિલિ પત્ર અને પાણીનો લોટો ચડાવવાથી પ્રસન્ન થાય. શિવને ચડે પણ ધતૂરો અને ભસ્મ. જ્યારે બધા અમૃત માટે ઝગડતા હોય ત્યારે હળાહળ વિષ પીવે એ શિવ એટલે જ કહેવાય એ દેવોના દેવ મહાદેવ.
જેનું ત્રીજું નેત્ર પળવારમાં દુનિયા ભસ્મ કરી દે અને એક પળમાં જે પોતાના નૃત્યથી સૃષ્ટિની રચના કરી દે.
નટરાજનું સ્વરૂપ જે નર અને નારીનો ભેદ પણ ના રાખે.જે પોતે અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કરી આ વાત સૃષ્ટિને સમજાવે.
વખાણ ક્યાં કરું મેં લાખો કે ઢેર કા
ચપટી ભભૂત મે હે ખજાના કુબેર કા
મોક્ષ અને મોહ રહિત એટલે મહાદેવ. જેને નથી મહેલનો મોહ, નથી કોઈ હિરમોતીનો મોહ, નહિ કોઈ શ્વેતાંબરનો મોહ. જેનો જન્મ નથી, એનો મોક્ષની તો વાત જ ન થાય.. જે પોતે મોક્ષનો દેવ છે એ મહાદેવ.
શિવપુરાણ અનુસાર, એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે બંનેમાંથી કોણ મોટું છે. જ્યારે વિવાદ એટલો વધી ગયો કે તેમની વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ, ત્યારે તેમની વચ્ચે આગનો મોટો સ્તંભ દેખાયો. હવે બંનેએ નક્કી કર્યું કે જે આ અગ્નિ સ્તંભના છેડે પહેલા પહોંચે તે શ્રેષ્ઠ છે. ભગવાન વિષ્ણુ એ સ્તંભના છેડે પહોંચવા માટે નીચે ગયા અને બ્રહ્મા ઉપર ગયા. આ અગ્નિ સ્તંભના છેડા સુધી પહોંચવામાં બંનેમાંથી કોઈ સફળ થઈ શક્યું ન હતું. જે પછી ભગવાન વિષ્ણુએ તેમની હાર સ્વીકારી લીધી, પરંતુ બ્રહ્માએ અસત્ય કહ્યું કે તેમને અંત મળી ગયો છે, તેથી હું શ્રેષ્ઠ છું.
બ્રહ્માજીના મુખમાંથી અસત્ય સાંભળીને શિવજી અગ્નિના સ્તંભમાંથી પ્રગટ થયા અને તેમણે બ્રહ્માજીના પાંચ મુખમાંથી અસત્ય બોલનાર મુખને કાપી નાખ્યું અને તેમને શ્રાપ આપ્યો કે તેઓ વિશ્વમાં પૂજવામાં આવશે નહીં. ભગવાન વિષ્ણુથી પ્રસન્ન થઈને તેમને પોતાની જેમ પૂજવાનું વરદાન આપ્યું. શિવપુરાણની આ કથા અનુસાર, જે મુજબ શિવ સૌથી મહાન છે.
એટલે આ દિવસે શિવરાત્રી મનાવાય છે.
મન્યતા મુજબ આજે પણ શિવ એમના પરિવાર સાથે કૈલાસ પર્વત ઉપર વાસ કરે છે. એટલે હજુ સુધી કોઈ એવો વ્યક્તિ નથી જે કૈલાસ પર્વતની ટોચ સુધી પહોંચી શક્યો હોય. બસ, આ જ છે મહાદેવ...
માત્ર એક સ્મરણથી પ્રસન્ન થાય એવો દેવ એ મહાદેવ,
માત્ર ભસ્મથી રાજી થાય એવો સરળ દેવ એ મહાદેવ,
માત્ર પાણીના અભિષેકથી તૃપ્ત થાય એવો દેવ મહાદેવ,
માત્ર રુદ્રાક્ષથી રાજી રહે એવો દેવ મહાદેવ.....
ઝેર તો હસતા હસતા પી જાય એવો દેવ મહાદેવ
ધરતી કે આકાશમાં તમને જેનો છેડો ન મળે એવો દેવ મહાદેવ
દેવાધિદેવ મહાદેવના શરણમાં આ દાસના કોટી કોટી પ્રણામ..
અંતમાં, દોહો પૂરો કરતા લખીશ
શિવ સમાન કોઈ દાતા નહિ,
વિપત કે વિદાહરણહાર....
લજજા મોરી રાખજે
શિવ નંદી કે અસવાર
મહાદેવ હર..
સર્વેને મહાશિવરાત્રીની શુભકામના
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏