અહીં તહીં ના ગોત મને,
હું છું તારામાં તુજમાં જ શોધ મને,
હું છું દરેક અન્ન-અન્નમાં જ કણમાં શોધ મને,
ભુખ્યાને મળે અન્ન તો ગમે મને,
હું છું ગરીબનાય હૃદયમાં દરેક જીવમાં શોધ મને,
દરેક જીવ એ જ શીવ લાગે મને,
કહેવું વધુ હવે ના સુઝે મને,
પ્રભુ! તું વસે મુજમાં ને તારામાં શ્વસવુ મને.
#Shivratri