" વિશ્વ માતૃભાષા દિવસની શુભકામના "
*ક*-કંચન જેવી ભાષા ગુજરાતી.
*ખ*-ખમીરવંતી ગાથા ગુજરાતી.
*ગ*-ગમતી સૌને વાચા ગુજરાતી.
*ઘ*-ઘર ઘરની આસ્થા ગુજરાતી.
*ચ*-ચકા ચકીના મગદાણા સાથે,
*છ*-છપ્પન ભોગની વાર્તા ગુજરાતી.
*જ*-જનહિત અને દાન ધર્મ કરતી,
*ઝ*-ઝગમગાતી છે ગાથા ગુજરાતી.
*ટ*-ટકોરમાં પણ હોય સદા વિવેક,
*ઠ*-ઠપકામાં પણ સંવેદના ગુજરાતી.
*ડ*-ડહાપણ કહો કે કહો દોઢડહાપણ,
*ઢ*-ઢગલે ઢગલે છે કથા ગુજરાતી.
*ણ*-વેણ, વચન એ ઊથાપે નહીં,
*ત*-ત્વરિત કરે પૂરાં ગુજરાતી.
*થ*-થાકેલાંનો બને સહારો,
*દ*-દર્દ સામે દાખવે દયા ગુજરાતી.
*ધ*-ઘરમ, શ્રદ્ધામાં હરદમ માને,
*ન*-નફરતથી રહે આઘા ગુજરાતી.
*પ*-પરમાર્થ કરે પુરુસાર્થ કરે,
*ફ*-ફરેબના ન કરે ધંધા ગુજરાતી.
*બ*-બચત કરવામાં આવે અવ્વલ,
*ભ*-ભરોસે કોઈના ન રહેતા ગુજરાતી.
*મ*-મનમાં આવે કહે મોઢામોઢ,
*ય*-યાર માટે પ્રાણ આપી દેતા ગુજરાતી.
*ર*-રમતિયાળ રાખતાં સ્વભાવ,
*લ*-લક્ષ્ય સદા રાખે ઊંચા ગુજરાતી.
*વ*-વેપાર, વાણિજ્યમાં સૌથી આગળ,
*સ*-સત્કર્મ, સત્કાર ને સેવા ગુજરાતી.
*શ*-શહનશીલતા નો જોટો ન જડે,
*ષ*-શેષ, વિશેષમાં માનતાં ગુજરાતી.
*હ*-હલકાપણું ના મનમાં રાખે,
*ળ*-બળ, બુદ્ધિનો બાદશાહ ગુજરાતી.
*ક્ષ*-ક્ષમા કરે પણ ક્ષતિ ન કરે,
*જ્ઞ*-જ્ઞાનના છે ખજાના ગુજરાતી.
હું ગુજરાતી મારી ભાષા ગુજરાતી !