Gujarati Quote in Thought by Kajal Rathod...RV

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને વહાલું મારું એકાંત લાગે છે.
મૂંઝવણ મને આ હજારોની ભીડમાં લાગે છે,
કંઇક હાશકારાનો અનુભવ આ સંગતમાં લાગે છે,
મને વહાલું મારું એકાંત લાગે છે.
કોને કેવી વાત ગમશે કઈ નહી એ ગૂંચવણ લાગે છે,
મનગમતી વાતો પોતાને કહેવામાં સૂકૂન લાગે છે,
મને વહાલું મારું એકાંત લાગે છે.
લાગણીનો મેળો છે કે સ્વાર્થનો પહેરો એ પહેલી લાગે છે,
પારદર્શક એવો આ ખુદનો અરિસો લાગે છે,
મને વહાલું મારું એકાંત લાગે છે.
સાચવવામાં આ જગતના વ્યવહાર થોડો થાક લાગે છે,
બેફિકરાઈથી પોતાનામાં ખોવામા માં આરામ લાગે છે,
મને વહાલું મારું એકાંત લાગે છે.
બધાને ખુશ રાખવામાં સંબંધોમાં ગૂંચ થતી લાગે છે,
દિલને ખુશ કરવામાં ક્યાં કોઈ મહેનત લાગે છે,
મને વહાલું મારું એકાંત લાગે છે.
સરવાળા બાદબાકીના સંબંધોમાં ભાગાકાર થતાં લાગે છે,
મારાં મીઠાં સંસ્મરણોને વાગોળતાં ગુણાકાર લાગે છે,
મને વહાલું મારું એકાંત લાગે છે.
દિલ તૂટે કે જોડાયા ક્યાં કોઈને કંઈ ફરક લાગે છે,
પોતાની જાત સાથેના પ્રેમમાં ક્યાં કોઈ દગો લાગે છે,
મને વહાલું મારું એકાંત લાગે છે.
ના કોઈ દલીલ કે ના કોઈ પ્રમાણપત્રની જરૂર લાગે છે,
મને અતિ વહાલું મારું આ એકાંત લાગે છે....RV👑

Gujarati Thought by Kajal Rathod...RV : 111918692
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now