या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा
🙏🙏🙏🙏🙏🙏
વસંત પંચમીની હાર્દિક શુભેચ્છાઓ...💐💐💐
માં સરસ્વતિ એટલે વિદ્યા અને જ્ઞાનની દેવી. માં લક્ષ્મીની પૂજા
કરતાં આખી જિંદગી નીકળી જાય તો પણ તેને પ્રસન્ન થવું હોય તો જ થાય, પણ જો માં સરસ્વતિની આરાધના કરીએ તો સરસ્વતી અને લક્ષ્મી સાથે પ્રસન્ન થાય.
જ્ઞાન, સમૃધ્ધિ અને કળા જેના હાથમાં છે એવી માં સરસ્વતીની કૃપા જેના માથે હોય એ માણસ ક્યારેય ભૂખ્યો રહેતો નથી. કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. જેના માથે માં સરસ્વતીનો હાથ છે એ ભલે કદાચ ભણેલો ના હોય તો પણ કોઈને કોઈ કળામાં પારંગત હોય છે.
પૈસો કદાચ નસીબથી મળી જશે પણ એને સાચવવા માટે તો જ્ઞાન જ જરૂરી છે. નોકરી પર આપણને ગમે તે વ્યક્તિ લાગવગ કે પૈસાથી ચડાવી પણ દે, એને નિભાવવા માટે તો તમારી સમજદારી અને જ્ઞાનની જ જરૂર પડે છે. જીવનમાં ડગલે ને પગલે જ્ઞાનની જરૂર પડે છે.
આજના સમયમાં જોવા જઈએ તો પૈસો લગભગ બધા પાસે હશે. હા, કેમકે ક્યારેક શાક વાળા કે ઝૂંપડી નાખીને આપણા સોસાયટીના ખૂણે રહેતા લોકોના ઘરમાં નજર કરશો તો ખબર પડશે કે આપણા કરતાં સારો મોબાઈલ અને આપણા ઘરમાં રહેલા ટી.વી. કરતા એમના ઘરમાં મોટું ટીવી હશે.
પૈસા મેળવવા હશે તો ગમે તે રસ્તો અપનાવશો મળી જશે.પણ જો માન સન્માન મેળવવું હશે તો તમારી માથે માં સરસ્વતીનો હાથ હોવો ખૂબ જરૂરી છે.હમેશાં જ્ઞાન કળાને વધારે મહત્વ આપીએ એટલે પહેલી પૂજા માં સરસ્વતીની કરીએ.
જો જીવનમાં સુખ જોઇતું હોય તો માં લક્ષ્મીની આરાધનાથી આવશે. પણ જો જીવનમાં ખરેખર સુખ સાથે શાંતિ જોઈતી હશેને તો માં સરસ્વતીની આરાધના જ કરવી પડશે.
દેવી સરસ્વતી તમારા જીવનમાં જ્ઞાન, કિરણો, સંગીત, સુખ, શાંતિ, ઐશ્વર્ય, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે એવી વસંત પંચમીની હાર્દિક શુભકામના।
યોગી