વિષય :ભવસાગરે
બાંધી દીધો છે બંધ પાંપણોનો, મેં દરિયાના પાણીને;
એ રીતે પણ છૂપાવી દીધી છે, એક પ્રણય કહાણીને;
રાખું છું મુસ્કાન ચહેરા પર નથી કળવા દેતો વ્યથાને!
સંઘરી હૃદયની તિજોરીમાં એને પણ મિલકત જાણીને;
માણી ના શક્યો કદી, એક હદથી વધારે જિંદગીને!
ખુશ થતો રહ્યો કાયમ, એણે આપ્યું એટલું માણીને;
અનિમેષ નજરે જોતો રહું છું બસ એમની તસવીરને,
દિલમાં પ્રેમ કેટલો? કેમ જણાવું વ્યક્તિ અજાણીને?
જવાબદારી તારી ઈશ્વર ડૂબાડ કે હવે એને પાર પાડ,
ભરોસો તારો "વ્યોમ" વાસી ભવસાગરે નાવ કાણીને;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર