કલમ અને કાગળને બનાવી સખી
રમતી એની સંગ હું લખી લખી
ગીત ગઝલ તો ક્યારેક શાયરી
કોણ જાણે કેવી આ સખી?
કહેતી તો ક્યારેય કંઈ નથી
વિચારોના વમળ અને કલ્પના ની કડી
રમાઈ શબ્દોની સંતા કુકડી
સથવારે સથવારે અડી અડી
લાગે ના મને એકલું કદી
કલમ અને કાગળને બનાવી સખી
રમતી એની સાથે હું લખી લખી
Nanda H Solanki.
5/2/2024 .