કોઈને આપણે પ્રેમ કરતાં હોઈએ , હરપળ એની યાદ આપણી આસપાસ ઘૂમ્યા કરતી હોય , સતત એની રાહ જોતા હોઈએ તોપણ ક્યારેય એનો કોલ કે મેસેજ ન આવે કે ન પણ આવતો હોય તો આપણે ખુશ થવું જોઈએ કારણ કે એ ખુશ છે, જ્યાં પણ છે એની સાથે ખુશ છે , અને એ પ્રિય વ્યક્તિની ખુશી એ જ આપણી ખુશી હોવી જોઈએ. પ્રિયજન દુઃખી થાય એવું તો આપણે ના જ ઇચ્છીએ ને ? કદાચ એના મનમાં કે હૃદયમાં આપણા માટે લાગણી હોય કે ન પણ હોય એવુંય બને , તો એના પર નફરત કર્યા વગર એ પ્રિયજન ને સતત ચાહતાં રહેવું જોઈએ , પ્રેમ તો આપવાનો હોય એમાં સતત વધારો થવો જોઈએ તો જ આપણો પ્રેમ કે લાગણી સાચી કહેવાય , એ ચાહે છે કે નહીં એને સાઈડમાં કરો પણ આપણો પ્રેમ અતૂટ અને સતત હોવો જોઈએ .. કોઈ વ્યક્તિને ચાહ્યું છે તો ચાહી જાણો અવિરતપણે છેલ્લા શ્વાસ સુધી.આ જન્મે નહિ તો આવતાં જન્મમાં પણ એ વ્યક્તિ મળશે જ ,પ્યાર ક્યારેય એળે નહિ જાય . પ્રેમ સમર્પણ માંગે છે અને પ્રિયજનને સમર્પિત થઈ જવું જોઈએ .બસ એ જ પ્રેમ છે .
દિલની વાત ♥️