ચાલ તને મળી લઈએ, મૃગજળ નો ઘૂંટડો પી લઈએ.
કષ્ટ દેવા સાકી ને ક્યારેક મયખાના ઓળંગી જઈએ.
ભૂલા તો પડ્યા , તારી યાદ તો આવી. પણ શું કરવું.
પાછા વળવા કેડી માં હવે પગલાં ઓળખી જોઈએ.
હતો ક્યાંક ખૂણા માં જીવતો તારા કોલ નો ધબકાર,
ઊર માં નેજવા કરીને એના પરપોટા માપી જોઈએ.
આવીશ હું એવું કહેતા હતા ક્યારેક જેના ઉમળકા,
હૃદય ના ગલોફા માં એને હવે તો મમળાવી જોઈએ.
સંબંધ એ તો સમય થી પર છે , અને હમેશ રેવાનો ,
ચક્ર-ચાલ માંથી ખુદને થોડીવાર આઝાદ કરી લઈએ.
માટી માંથી ધૂળ બનતા વાર ક્યાં લાગે છે મનવા ,
છેલ્લી રાખ માંથી તણખો હવે સળગાવી જોઈએ.