વાત તો કરવી જ પડશે(પ્રસંગોની આરપાર)
નમસ્કાર મિત્રો!માફ કરજો!થોડી લખવામાં મોડી પડી હોય તો! હા, પણ શું કરીએ આ લગ્નગાળો એટલો છે જ્યાં જુઓ ત્યાં પ્રસંગ...
આ પ્રસંગો પરથી જ યાદ આવી ગયું મને કે તમારા બધા સાથે બહુ બધી વાતો કરવાની ભેગી થઈ ગઈ છે. આજે હું તમારા સાથે આ વાતો કરી રહી છું એવું ન વિચારી ને તમે તમારી જાત સાથે જ આ વાત કરો છો એવું વિચારજો,તો ખરેખર આ લેખ વાંચવાની મજા આવશે.
સગાઈ,લગ્ન,હવન, રાંદલ, બાળમુંડન સંસ્કાર આવા પ્રસંગો આપણા બધાના જીવનમાં આવતા રહેતા હોય છે. ભારત ઉત્સવપ્રિય દેશ છે એમ ભારતની પ્રજા ઉત્સવપ્રેમી અને પ્રસંગોપ્રેમી પણ છે. રૂટિન જિંદગીમાંથી એક નાનકડો બ્રેક એટલે પ્રસંગો, તહેવારો અને પ્રવાસો.
આ પ્રસંગો માણવામાં તમને નથી લાગતું ક્યાંક ને ક્યાંક આપણે થોડા બોર થઈ ગયા છીએ. પ્રસંગો માણવાનું ભૂલી ગયા છીએ અને દેખાડવાનું વધારતા ગયા છીએ.
મારું માનવું એવું છે કે થોડા પ્રોફેશનવેળા પ્રસંગોમાં ના કરીએ તો ના ચાલે? પ્રસંગમાં આવ્યા છીએ તો બધા સાથે હસીએ બોલીએ...મજા કરીએ અને બીજાને પણ કરાવીએ,બીજાનો તણાવ પણ ઓછો કરીએ અને આપણો પણ.. ત્યાંનો માહોલ માણીએ.
અમુક લોકો તો પ્રસંગમાં એન્ટર થાય અને એવું મોં બનાવ્યું હોય જાણે બે ત્રણ જણાએ એને મારીને મોકલ્યો હોય. એલા તારે નહોતું આવું તો ન આવ્યો હોત આવા ડાચે વ્યવહાર સાચવવા શું ચાલ્યો આવ્યો?
હજુ અમુક લોકો હિસાબ કરવા જ પ્રસંગમાં જતા હોય કે જે મારા ઘરે નહોતા આવ્યા એ લોકો અહીં પણ નથી જ આવ્યા ને? અને મારા ઘરે વ્યવહાર કર્યો એટલો જ અહીઁ કરે છે ને?
હજુ છે જ હો ઘણા બધા બાકી જે લોકો હોય જે માત્ર ને માત્ર ખામી કાઢવા જતા હોય..બાકી તો બધું સરસ હતું પણ દાળમાં પાણી વધારે હતું. છોકરી કે છોકરો છે તો બહુ સરસ, પણ થોડી કાળી કે થોડો કાળો પસંદ કર્યો.
બીજા જે માત્ર પ્રસંગ બગાડવા પહોંચી ગયા હોય..આના વગર તો નહિ ચાલે.તેના વગર નહિ ચાલે.. અને એમના ઘરે તો તમને પાણી પીવા પણ ના મળ્યું હોય હો!
બીજા ઘણા એવા પણ છે પેલો મારા ઘરે દસ વાગ્યા સુધી રહ્યો હતો તો હું પણ દસ વાગ્યે ચાલ્યો જ જઈશ.પેલા એ ગરબા નહોતા રમ્યા મારા ઘરે હું પણ નહિ ગરબા ગાવ(રમવું)એના ઘરે
હું ને તમે તો આવા લોકો નથી ને?હશે દુનિયામાં ઘણા લોકો એવા કેમ? કે ક્યાંક હું કે તમે પણ એવા જ છીએ?
હું તો માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આપણે માણી લઈએ પ્રસંગ જો ગયા જ છીએ તો, નસીબ એના એ લોકો ન માણી શક્યા આપણા ઘરનો પ્રસંગ પણ આપણે તો એક એક પળ એન્જોય કરી લઈએ.
પ્રસંગમાં આપણા ભાઈ બહેન બીજા સગા વહાલાઓ સાથે મજા કરીએ,
આવી રીતે એકસાથે મળવાનો મોકો ક્યારે મળશે? ક્યારે અઢળક વાતો થશે? ક્યારે અઢળક ફોટા પડશે? હવે ક્યાં કોઈને કોઈના ઘરે જવાનો સમય પણ છે?
આ બહાને મળીએ અને જલસો કરીએ.
હા..હું બિલકુલ કોઈને સલાહ આપવા નથી માંગતી પણ એટલું હમેશાં કહીશ કે માણી લો એક એક ક્ષણ જીવનની કેમકે,આપણે વિચારીએ છીએ એનાથી લગભગ ઓછો સમય છે અને જીવનને માણવાનો આપણા બધા પાસે.....
So enjoy every movement of your life...
યોગી