....." કોણ માનશે? "
શ્રદ્ધા વગરની પ્રાર્થના, કોણ માનશે?
વગર વિનોદે ભાવના, કોણ માનશે?
સાચી શ્રદ્ધા હશે તો થશે ઈચ્છા પૂરી,
વિશ્વાસ વિનાની શ્રદ્ધા, કોણ માનશે?
જરૂરત સમયે ચાલી, ચરવાને ઘાસ!
છે અકલ પર આસ્થા, કોણ માનશે?
ચગદાયાં છે પુષ્પ ફક્ત મહેક માટે,
શહાદતની એ વેદના, કોણ માનશે?
અસંખ્ય પ્રશ્નો ભર્યા જીવનમાં "વ્યોમ"
હર મોડ પર નવા રસ્તા, કોણ માનશે?
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર