તનમનની તંદુરસ્તી અમને તું હરિવર દેજે.
તુજ નામની મનમસ્તી મને તું હરિવર દેજે.
તરી શકું સંસારસાગર પ્રભુ તારા પ્રતાપથી,
નામસ્મણની એ કસ્તી મને તું હરિવર દેજે.
મળ્યા પછી કદીએ એને ના જ ગુમાવવા પડે,
એવી અનૂપમ એ હસ્તિ મને તું હરિવર દેજે.
કરી શકું કૈંક કામ માનવતાના એજ ચાહ છે,
એવી તનમનની શક્તિ મને તું હરિવર દેજે.
.
તને પણ થાય અચરજને મળવાની ઉત્કંઠા,
એવી આશરહિત ભક્તિ મને તું હરિવર દેજે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.