....." પારખાં પ્રણયનાં "
નજર અંદાજ કરતાં રહ્યાં કાયમ જખમ હૃદયનાં;
ને, વખાણ કરતાં રહો છો તમે અમારા ભાગ્યના?
દિલ માંગ, ધબકાર માંગ કે માંગ પ્રાણ, આપી દઉં!
પરંતુ, તમે તો રહો છો ખ્યાલોમાં ગરકાવ અન્યનાં;
છવાઈ ગયો છે અંધકાર મારા હૃદયની અવની પર,
તો, ખ્વાબ સાને દેખાડો છો તમે મને સૂર્ય ઉદયના;
પ્રણયમાં ભલે વચન ના આપ્યું હોય રોજ મળવાનું,
પરંતુ, બહાનાં ના ધરશો, છે તમને અભાવ સમયનાં;
એમ સમજીને પણ વિયોગ અમે સહન કરી લઈશુ,
કે, આપવાં પડે છે અહીં "વ્યોમ" પારખાં પ્રણયનાં;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર