રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ,
આજ અમારાં દ્વારે,આજ અમારાં દ્વારે.
આસોપાલવનાં તોરણ બંધાવ્યાં સ્વાગત કાજે,
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ આજ અમારાં દ્વારે(૨)
રૂડાં બાજઠ શણગાર્યા આસન કાજે.
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ,
આજ અમારાં દ્વારે.(.૨)
ગુલાબનો તો હાર બનાવ્યો પ્રેમે પહેરાવું.
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ ,
આજ અમારાં દ્વારે..(૨)
લાપસીનો તો પ્રસાદ બનાવ્યો પ્રેમે આરોગો.
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ,
આજ અમારાં દ્વારે..(૨)
ભાવે કરું હું ભક્તિ તમારી પ્રેમે સ્વીકારો.
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ ,
આજ અમારાં દ્વારે...(૨)
કૌશલ્યાનંદન અરજ સૂણી વહેલાં રે પધારો
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ,
આજ અમારાં દ્વારે...(૨)
દર્શન દઈને ધન્ય કરો અમ સૌનું જીવન.
રૂમઝૂમ કરતાં આવો શ્રી રામ,
આજ અમારાં દ્વારે આજ અમારાં દ્વારે.
©️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.