નમસ્કાર મિત્રો! આજે ફરી એક લેખ લખવાનું મન થઈ ગયું,કાલ રામજી પધારવાના છે તો આજે લેખ લખવાનો તો બને જ છે.
હા, પણ..... શ્રીરામને યાદ કરતા પહેલા જો આપણને સૌથી પહેલા યાદ આવે એ હનુમાન... જય હો બજરંગબલી
એમાં પણ જોગાનું જોગ કાલ હનુમાન પિકચર પણ જોયું તો ઘણી વાતો મનમાં આવી ગઈ.
હા, આજકાલના છોકરાઓનો ક્રેઝ કહીએ તો સુપરહીરો.હા,સ્પાઇડર મેન, કેપ્ટન અમેરિકા...એન્ડ ઘણા બીજા એવા એવેંજેર....
આપણા દેશમાં તો વરસોથી એક સુપરહીરો જ રાજ કરે છે, એ સુપરહીરો એટલે આપણા બધાના હનુમાનજી....મારા માટે તો સુપરહીરો એટલે જ હનુમાનદાદા.
સ્વયં રામ ભગવાનની મદદે પણ હનુમાનજી જ સુપરહીરો બની આવ્યા હતા. જેમણે એકલા હાથે રાવણનું સિંહાસન હલાવી દીધું હતું. હા, જે પુલનો વિચાર પણ હાલના એન્જિનિયરો કરી ના શકે એવો અદભુત અને અવિસ્મરણીય પુલ દરિયા વચ્ચે બનાવી દીધો હતો. સ્વયં લક્ષ્મણજી માટે સંજીવની લાવ્યા હતા.
એક છલાંગમાં જે સમુંદ્ર પાર કરી ગયા અને લંકા પહોંચી ગયા હતા અને એક જ અગ્નિના તણખાથી આખી લંકા સળગાવી દીધી. રાવણ જેવા રાક્ષસને સૌથી પહેલા પોતાના જીવનકાળમાં કોઈથી ડર લાગ્યો હોય તો એ આપણા પવનપુત્ર હનુમાન હો.રામજીની સેવામાં જ પોતાની આખી જિંદગી વિતાવી એવા શ્રીહનુમાનજી ની જય.
હનુમાનજી એટલે કોઈ અઘરા દેવ નહિ.એમની પૂજા ગમે ત્યારે કરી શકાય અને શેરીના નાકે પણ એમની સ્થાપના કરી શકાય.આવા સરળ રામભક્ત એટલે આપણા બધાના સુપરહીરો.
આ સુપરહીરો એ જ તો સૌથી પહેલા જ ધરતી અને સુર્ય વચ્ચેનું અંતર આપણને જણાવ્યું હતું,આપણી હનુમાન ચાલીસામાં. અને ભૂત, પિશાચ, કાળી શક્તિઓને દુર કરવાની શક્તિ આપણી હનુમાનચાલીસામાં છે.
આમ, વધારે તો હું નથી જાણતી પણ એટલું કહી શકું કે ગમે તેવો અસાધ્ય રોગ હોય કે તમારું મન ગમે તેવું વિચલીત હોય અને હા..જો ક્યારેય આત્મહત્યાના વિચારો આવતા હોય ત્યારે પણ
હનુમાન ચાલીસા સાંભળીને જોજો.બધી નેગેટિવિટી તમારાથી સો ગજ દૂર ભાગશે... તો એક વાર બધા આપણા સુપરહીરોને નમસ્કાર કરીને શ્રીરામનું ભાવ ભક્તિપૂર્વક સ્વાગત કરીએ.
જય હનુમાન...જય હો બજરંગબલી...
સિયાવર રામચંદ્ર કી જય...
મહાદેવ હર....
યોગી