જુઓ તો આ શું સરસરાટ થાય છે?;
આ તો પવન છે જે મન ને મહેકાવતો જાય છે.
જુઓ તો આ શું ઘમઘામાટ થાય છે?;
આ તો વરસાદ છે જે મન ને ભીંજાવતો જાય છે.
જુઓ તો આ શું સળવળાટ થાય છે?
આ તો હરિયાળું ઘાસ છે જે મન ને સ્પર્શતું જાય છે.
જુઓ તો આ શું ઘૂઘવાટ થાય છે?;
આ તો દરિયો છે જે મન ને પલાડતો જાય છે.
જુઓ તો આ શું ઘરઘરાટ થાય છે?;
આ તો મોટર છે જે પિયું ના એંધાણ આપતી જાય છે.