" તારી પ્રતીક્ષા "
ના કોઈ ભરોસો, ના વચન કે ના કોઈ આશા;
છતાં પણ ન જાણે કેમ રહે છે તારી જ પ્રતીક્ષા;
ન થયું મીલન, તો ક્યાં પડ્યાં'તાં આપણે નોખાં?
મંજિલ હતી એક પણ બદલાઈ ગઈ હતી દિશા;
આજ પણ મહેસૂસ થયા કરે છે મને તારી મહેક,
શું તને સ્પર્શી તારા ગામથી આવી રહી છે હવા?
નથી તારી ઝંખના કે નથી હવે કોઈ તમન્ના, પરંતુ!
તારું નામ આવે પહેલું, જ્યારે પણ કરું છું દુઆ;
કોને ને કેમ કહું "વ્યોમ"? હું હાલ મારા દિલના,
લેખ લખીને લલાટે લાગે છે ભૂલી ગયાં વીધાતા;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.