હૃદયને જીહ્વા નથી કેમ કરીને બોલશે?
હૃદયને વાચા નથી કેમ કરીને બોલશે ?
ભલેને સ્પંદનો જાગતાં કેટકેટલાં ઉરે,
હૃદયને હાથ નથી કેમ કરીને લખશે?
ધબકવાનુંને ટપકવાનું કામ સાથેસાથે,
હૃદયને નયન નથી કેમ કરીને દેખશે ?
ભાવજગતનો છે ભંડાર; ના નહીં એની,
હૃદયને કાન નથી કેમ કરીને સાંભળશે?
છે અપેક્ષિત વાસ ઈશ્વરનો ઉરાંગણે,
હૃદયને મન નથી કેમ કરીને વિચારશે ?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.