......" નથી મળતી કોઈને "
પાનખરમાં વસંત નથી મળતી કોઈને;
પ્રીત પણ અંગત નથી મળતી કોઈને;
કેટલી છે દોડધામ ભરી આ જિંદગી?
કે, બેસવા યે પંગત નથી મળતી કોઈને;
સાથ મળે મંજિલ સુધી એક જણનો,
એવી કોઈ સંગત નથી મળતી કોઈને;
તમન્ના હોય જેની, ને એ જ મળી જાય!
એવી યે કોઈ મન્નત નથી ફળતી કોઈને;
બંદગીમાં ન માંગે ખેરિયત બીજાની, તો!
"વ્યોમ" પર જન્નત નથી મળતી કોઈને;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર