- માનવીજીવન સુખી કરવા જીવનનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. ભૌતિક સાધન સંપદા આવે એટલે માણસ સુખી થાય, એ ભ્રામક સમજણ છે. જીવન તરફ જોવાની દૃષ્ટિ બદલવી એ આજના કાળનું આહવાન છે.
'કેવળ મને શું મળ્યું 'નો ભોગવાદી દૃષ્ટિકોણ ન રાખતાં ભક્તિની દૃષ્ટિ જરૂરી છે. ભગવદગીતામાં ભગવાને વિભૂતિયોગ અને વિશ્વરૂપદર્શન સમજાવીને દૃષ્ટિને મંગલમય, પ્રેમાળ અને તેજસ્વી બનાવવાના આશીર્વાદ આપ્યા છે.