ને?
સ્વપ્નના દ્વાર પર મળેલી ને
હાથ સોપી પછી ડરેલી ને?
વેલ થૈ વીંટળાઈ રહેતી તું,
ફાંસ માની અહીં છળેલી ને,
શ્વાસને રોકવા હતા જ્યારે,
ત્યાં નશીબે ગયાં અઢેલી ને ,
એ નગરમાં હતી કદી નાદાન
નામના, એજ છે હવેલી ને,
હાશ નિરાંત આજ માણી લે,
ફોરમે મહેકતી ચમેલી ને.
આપ એક નામ તુંજ સૌ સાથે,
પ્રેમથી બોલતી એ ઘેલી ને.
બાળશે ઠારશે રિવાજોથી,
વાત એની પછી એ છેલ્લી ને.©
ગાલગા ગાલગા લગા ગાગા/લલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ