"જીવાય ગઈ"
આંખ ખુલી ને બીડાઈ ગઈ,
ને સ્વપ્ન વત જિંદગી જીવાય ગઈ.
અમે ખોવાયા હતા વિચારોમાં ને,
આખે આખી જિંદગી વંચાઈ ગઈ.
અમે સંસ્મરણો વાગોળ્યા કર્યા ને,
ને તેમની દુનિયા બદલાઈ ગઈ.
આપ એમ નહીં કહી શકો કે,
નાદાનિયતમાં જિંદગી જીવાય ગઈ.
સત્ય છે આ જિંદગીનું એવું કહેવામાં,
અમારી આખી જિંદગી ખરચાઈ ગઈ.
જિંદગીના આ ચડાવ ઉતાર માં જ
અમારી રહી સહી જિંદગી જીવાય ગઈ.
બિંદિયા જાની (તેજબિંદુ)