Gujarati Quote in Quotes by Mahendra Sharma

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય, સંખ્યા અને ગુણવત્તા એટલે સફળતા

આ 3 ખાસિયત જો માણસ પ્રમાણમાં પોતાના કામમાં રાખશે તો અન્ય કરતા વધુ સારા પરિણામ મળશે.

આમ સફળતાની કોઈ ફોર્મ્યુલા નથી, કોઈ એને નસીબ કહે છે અને કોઈ આશીર્વાદ, અને કોઈ એને કઠોર પરિશ્રમનું ફળ મળ્યું એમ કહેતા હોય છે.

મેં જોયેલા અને પારખેલા અનેક વ્યક્તિઓમાં કે જેઓ આર્થિક રીતે સફળ કહી શકાય એવા છે, એમનામાં નીચે મુજબના ગુણ છે.

1. કોઈપણ કામ સમય મર્યાદામાં કરવું. કામ શરૂ થાય એ પહેલાં સમય મર્યાદા બાંધવી કે કેટલી વારમાં પતાવિશ કે કરાવડાવી આપીશ. જો કોઈને સમય મર્યાદાની કદર નથી તો સમયાંતરે એ કામ નકામું થઈ જાય છે.

મોટાભાગના લોકો જે આર્થિક રીતે અસફળ કહેવાય, તેઓમાં આ બાબત ખાસ હશે, તેઓ કોઈપણ કામ સમયસર નથી કરતા અને સમય મર્યાદા બાંધતા અચકાય છે.

નેનો ગાડી સમય કરતા ખુબજ લેટ આવી અને અસફળ ગઈ. અનિલ અંબાણી એમના મોટાભાગના ધંધામાં લેટ પડ્યા અને પડી ભાંગ્યા.

2. કેટલી સંખ્યામાં કામ થશે અને કેટલી સમય મર્યાદામાં થશે એ નક્કી કરવું જરૂરી છે. ઘરેથી ચાલવા નીકળ્યા, કેટલું ચાલીશું અને એ કેટલા સમયમાં ચાલીશું એ નક્કી હોય તો એના ફાયદા શરીરને મળે.

મોટાભાગના લોકો આજે કામ શરૂ કરશે પણ કેટલા સમયમાં કેટલું પૂરું કરી આપશે એ વિચારતા નથી.

એટલે પછી એમની ઉપર મેનેજર રાખીને કંપની મેનેજરને દબાવે અને મેનેજર માણસને દબાવે એટલે સમયાંતરે કામ જોઈએ એવું થાય.

પણ જો કંપનીના માલિક નક્કી નહીં કરે કે આ કામ કેટલું અને ક્યારે જોઈએ તો મેનેજર શાંતિથી ચાલશે અને એની સાથે કર્મચારીઓ વધુ શાંતિથી ચાલશે અને છેવટે કંપની દેવું કરતી જશે

પ્રાઇવેટ કંપનીમાં જે કર્મચારીઓ કે મેનેજર સમયસર જોઈએ એટલું કામ નથી કરતા તેઓને પગાર વધારો પણ ઓછો મળે છે. પછી એને તેઓ નસીબનો દોષ ગણે છે.


3. કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરનાર વ્યક્તિ અને સંસ્થા બન્ને સમયાંતરે અસફળતા અનુભવે છે. ખુબજ મેહનત કરી કામ કરે અને સમયસર પણ કરે પણ ગુણવત્તા નહીં તપાસે તો કામ ફરી કરવાનું આવે, એમાં વ્યક્તિનો પગાર અને કંપનીનો નફો બધું અટકી જાય, વહી જાય.

પોતાના કામની ગુણવત્તા તપાસવાની ટેવ દરેક સફળ વ્યક્તિમાં જોઈ છે. જેઓ ગુણવત્તા એમને એમ ચલાવવા ગયા, તેઓ પસ્તાવે છે. હાલમાં ઘણા રોડ રસ્તા અને બ્રિજ ઉપર કોન્ટ્રાકટરને ઓછી ગુણવત્તા વાળું કામ ફરી કરવાનું થયું, પૈસા ગયા, નામ ગયું.

સફળતા ઊડતી નથી આવતી કે કોઈ લોટરી પણ નથી, હા વડીલોના આશીર્વાદ હોવા જોઈએ અને ઉપર મુજબના ગુણ કેળવીએ તો સફળતા ટકી શકે ખરી.

- મહેન્દ્ર શર્મા ૨૭.૧૨.૨૦૨૩

Gujarati Quotes by Mahendra Sharma : 111910860
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now