છે
ઈચ્છા થકી જીવન ફરીથી લાજવાબ છે.
આભાર ઈશ્વરનો કહીં આપ્યું ગુલાબ છે.
આભાસી નૈ આપી ખુશી સાચુંકલી અહીં,
આંખો ઉઘાડી જો હવે સાચે કે ખ્વાબ છે?
મુંઝાય મન કોને કહું સમજાય પણ નહીં,
ત્યાં હાથ પકડી બેસ બોલે, શું રુવાબ છે.
આકાર સપનાંનો ઘણો મોટો હતો છતાં.
કાગળ ઉપર હળવે રહીં મૂક્યું, જવાબ છે?
ચહેરો સદા ઢાંકી ફરે , ઓળખ નયન થકી,
વાંચી શકો વાંચો તમે હૈયું કીતાબ છે.
તારણ અહીં ક્યારે મળે કહેવાય તો નહીં,
મોં પર અહીં સૌના નવા સારાં નકાબ છે.
હા પ્રેમ છે બોલી જતાવી પણ શકો તમે.
શબ્દો ગણી કરશે રજુઆતો હિસાબ છે?©
ગાગાલગા લગાલ લગાગા લગાગા લગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ
૧૨/૧૨/૨૦૨૩