*મને ગમે છે..*
હા! મને તું ગમે છે...
કારણ નથી ખબર
અરે!
પણ ગમવાનું તે કઈ કારણ હોય...?
ચાલ, વિચારું...
તારી આંખોમાં ઘૂઘવતો દરિયો
મને એમાં ડૂબવું ગમે..
તારા હોઠે રમતાં ગીતો
એ ગીત બનવું ગમે...
કાગળ કલમે શબ્દોની સરવાણી
એમાં વહેવું ગમે.
સૃષ્ટિના એક એક રંગ સાથે
તારું તાદાત્મ્ય
સૃષ્ટિના રંગ થાવું ગમે
દુંખ દર્દ પીડા ભૂલી..
સદા હસતો હસાવતો
ખડખડાટ ઘંટડી જેવું હાસ્ય
બસ એનું કારણ બનવું ગમે
કોયલના ટહૂકા જેવો સ્વર તારો
એ સ્વર બનવું ગમે
તારા સપનાં મેઘધનુષી
એમાં રંગ બનવું ગમે.
કેન્વાસ પર તારી પીંછીથી ..
તસ્વીર બની ઉતરવું ગમે
તારા શ્વાસોની મહેક બની
મહેકવું પણ ગમે..
તારી સંગીની બની..
ભવોભવ ઓળખાવું ગમે
આ ભવરણે થાકું ત્યારે
તારા આલિંગનમાં બંધાવું ગમે
તારા સ્મરણોમાં રહી...
ચિંરજીવી બનવું ગમે..
તને હૈયે સ્થાપી...
હ્રદયમંદિરમાં રાખી...
નિત્ય તને પૂજવું ગમે.
હા ને ના વચ્ચે ઝોલા ખાતી
છતાં મને આ બધા વિના પણ
તું મને ગમે છે..
હવે તો બસ...
કાજલ મટી હવે હરિપ્રિયા બનું
હરિ તારા હર રંગમાં રંગાવું ગમે...©
"કાજલ"
કિરણ પિયુષ શાહ