...... " જુદાં છે "
વ્યથા જુદી ને વ્યથાનાં ઘાવ જુદાં છે
અદા જુદી ને અદાનાં ભાવ જુદાં છે;
વર્તન રાખે અલગ, વર્ણન પણ અલગ,
માણસે માણસે કેમ સ્વભાવ જુદાં છે?
મળ્યો આજ એમને ને વાગોળી યાદોને,
દેખ્યા હૃદય-વદનનાં હાવભાવ જુદાં છે;
સવાર છે સૂકી સુકી, સાંજ પણ ઉદાસ,
શું કહું? દિવસ ને રાતનાં પડાવ જુદાં છે;
કયામત સુધી સાથનાં આપ્યાં 'તાં વચન,
હવે, રોજે-રોજ "વ્યોમ" વર્તાવ જુદાં છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર